ભારતીય નેવીએ શુક્રવારે પોતાની તાકાતમાં એક નવી સિદ્ધિ મેળવી છે. શુક્રવારે આઈએનએસ કોરા પરથી એન્ટી શિપ મિસાઈલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યુ હતું. આ મિસાઈલનું પરિક્ષણ બંગાળની ખાડીમાં કરવામાં આવ્યુ હતું. મળતી માહિતી મુજબ બંગાળની ખાડીમાં ભારતીય નેવી દ્વારા આઈએનએસ કોરા નામના જહાજથી એન્ટી શિપ મિસાઈલનું પરિક્ષણ કરવામાં આવ્યુ હતું.
જાણકારી પ્રમાણે આ મિસાઈલે ખુબ જ સટીક નિશાન લગાવ્યું અને જે શિપ પર પરિક્ષણ કરવામાં આવ્યું તેણે શિપને નષ્ટ કરી દીધી હતી. ભારતીય નેવીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, INS કોરાથી છોડવામાં આવેલી મિસાઈલની સૌથી વધારે રેંજનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનું નિશાન બિલકુલ સટીક લાગ્યું છે. આઈએનએસ કોરા એક કોરા ક્લાસ જંગી જહાજ છે. જેનો ઉપયોગ આ પ્રકારની મીસાઈલ છોડવા માટે કરવામાં આવે છે. તેને 1998માં ભારતીય નેવીમાં સમાવેશ થયો હતો.
Video : AShM fired by Indian Navy's Guided Missile Corvette INS Kora.
.#IndianNavy #INSkora #ASHM #AShM #Jaihind @indiannavy pic.twitter.com/FU3jvEuaSn— Defence Squad (@Defence_Squad_) October 30, 2020
મહત્વનું છે કે, આ શિપની ડીઝાઈન ભારતીય નેવીના પ્રોજેક્ટ 25એ હેઠળ કરવામાં આવી છે. આ જંગી જહાજમાં KH- 35 એન્ટી શિપ મિસાઈલથી તૈનાત કરવામાં આવી છે. ભારતીય નેવીની પાસે આ પ્રકારના ત્રણ જંગી જહાજો છે. જેમાં આઈએનએસ કિર્ચ, આઈએનએસ કુલિશ અને આઈએનએસ કરમુકનો સમાવેશ થાય છે.