ઉના તાલુકા ઓલ મુસ્લિમ સમાજના ઉપ પ્રમુખ અબ્બાસભાઇ બલોચ દ્વારા આજ રોજ કરણીસેનાના આગેવાનો જેમ કે નટુભાઇ બારૈયા, માનસીગભાઇ ગોહિલ, અનિરૂધ્ધસિંહ મોરી, શૈલેશસિહ રાજપુત, રિતેશભાઈ, અમરસિંહભાઇ, મયુરસિહ વગેરે આગેવાનોને મીઠા મોઢાં કરાવીને અયોધ્યામાં આવેલ ઐતિહાસિક ન્યાયના ફેંસલાને વધાવ્યો હતો. એમ જ દરેક લોકોને કાયમ આ રીતે કોમી એકતા દર્શાવવા તેમજ રાષ્ટ્ર હિતની અખંડીતા કાયમ રહે એમ અબ્બાસભાઇ તથા નટુભાઇ બારૈયા એમજ શૈલેશસિહ રાજપુતે તાલુકાના લોકો ને હાકલ કરી હતી. આવનારા બંને સમાજના તહેવારોમાં એકબીજાના ખંભેખંભા મિલાવીને દેશ હિતમાં કાર્ય કરશું એમ ઓઅન બંને સમાજના લોકોએ ક=જણાવ્યું હતું, ઉના તાલુકાના હિન્દુ તથા મુસ્લિમ સમાજ હમેશા તાલુકામાં થતા કોઇ પણ તહેવારો ખંભેખંભા મિલાવીને ઉજવણી કરે છે. વધુમાં અબ્બાસભાઇ બલોચે જણાવ્યું હતું કે આમા નથી કોઇ હિન્દુનો વિજય કે નથી મુસ્લિમ સમાજની હાર આ વિચાર રાખી બને સમાજે કોમી એકતા દર્શાવી હતી. આ એક શ્રેષ્ઠ ભારતની પહેલ છે. મુસ્લિમ સમાજે કરણીસેનાને શુભેચ્છા આપી હતી અને રોડ ઉપરથી પસાર થતા વાહનચાલકોને પણ મુસ્લિમ સમાજના આગેવાન અબ્બાસભાઇએ મીઠાં મોઢાં કરાવીને દેશની તમામ જનતાને કોમી એકતાનુ ઉદાહરણ પુરૂ પાડયું હતું.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -