ભારતીયો જાણે છે કે લગ્ન-સગાઈ જેવા પ્રસંગોમાં વરરાજાના પક્ષમાંથી કોઈ નારાજ ન થવુ જોઈએ. ખાસ કરીને વરરાજા એન્ડ પાર્ટી…એક વિડિયો હાલ ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થયો છે. કારણકે વિડિયોમાં એક સાસુએ જે અંદાજમાં પોતાના જમાઈનું સ્વાગત કર્યુ છે તે જોઈને ઘણા જમાઈઓને આવુ સ્વાગત તેમનું પણ કરવામાં આવે તેવી ઈચ્છા થઈ હશે.
(File Pic)
દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશનો આ વિડિયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જ્યાં જમાઈ માટે પષ્ઠી નામની પરંપરા છે. જે અંતર્ગત એક સાસુએ જમાઈના ઘરે આવવાની ખુશીમાં 67 ભોગ તૈયાર કર્યા. એટલે કે 67 પ્રકારની અલગ અલગ વાનગી તૈયાર કરી.
આ વિડિયો ટ્વીટર પર અનંત રુપનગુડી નામના વ્યક્તિએ શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યુ છે કે, આ મહિલાએ પોતાના જમાઈ માટે 67 વાનગી અને ફાઈવ કોર્સનો એક લંચ તૈયાર કર્યુ છે. જેમાં એક વેલકમ ડ્રિંક, સ્ટાટર્સ, ચાટ, મેન કોર્સ અને ડેસર્ટ સામેલ છે..આ વિડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે તો લોકો વિવિધ કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક મહિલાએ આ વિડિયોના કેપ્શનમાં લખ્યુ હતું કે, ખૂબ જ નસીબવાળો જમાઈ. વિડિયોને અત્યાર સુધી 1 લાખ 60 હજારથી વધુ વ્યુ મળી ચુક્યા છે જ્યારે સાડા ચાર લાખથી વધુ લોકો તેને લાઈક કરી ચુક્યા છે.
https://twitter.com/rananth/status/1280784332144013312?s=20