દુનિયાના વિવિધ ભાગોમાં હાલ કુદરતી આપત્તિઓ આવી રહી છે. સુનામી, ભારે વાવાઝોડુ તેમજ ભૂકંપના આંચકાઓ આ વખતે દુનિયાના વિવિધ ભાગોમાં જોવા મળ્યા. જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યા હતા.
ત્યારે હાલમાં એક એવો વીડિયો સામે આવ્યો છે જેમાં મધ્ય ક્રોએશિયામાં આવેલા 6.4ના ખતરનાક ભૂકંપ અંગે મંત્રી માહિતી આપી રહ્યા હતા તે દરમિયાન જ અચાનક ભૂકંપ આવ્યો. ભૂકંપનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક મંત્રી થોડા દિવસો પહેલા આવેલા ભૂકંપની જાણકારી આપી રહ્યાં હતાં. પરંતુ જોગાનુજોગ આ વખતે પણ વિનાશક ભૂકંપ આવ્યો હતો. જેના કારણે મંત્રી અને તેમની આસપાસ રહેલા મીડિયાકર્મીઓ અને કેમેરામેન હચમચી ગયા હતાં. ભૂકંપ એ હદે ભયાનક હતો કે લોકો રીતસરના હલબલી ગયા હતાં. કેટલાક લોકો તો પડી પણ ગયા હતાં. લોકો રીતસરના ફફડી ઉઠ્યાં હતાં. આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
2020's Last pain full disaster #earthquake #CroatiaEarthquake #Croatia pic.twitter.com/p7oXqAKLyE
— Swagat Patra🇮🇳 (@imswagat_) December 30, 2020