ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી લવજેહાદની ઘટના સામે આવી રહી છે જેને ડામવા માટે કડકમાં કડક કાયદો લાવવામાં આવે તેવી માંગ પણ ઉઠવા લાગી છે.
ત્યારે આ અંગે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ મહત્વનું નિવેદન આપ્યુ હતું. રાજ્યના ગૃહમંત્રીએ લવજેહાદને લઈ જણાવ્યું કે, ગુજરાતમાં બનતી લવજેહાદ સંદર્ભમા જુદા જુદા કાયદાના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
લવજેહાદની ઘટના ઉપર સરકારની સંપુર્ણ નજર છે. લવજેહાદ કરવા વાળી માનસિકતા વાળા લોકોની કોઈ પણ પ્રકીયા સાંખી લેવાય નહી. ગ્રુહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ દાહોદની મુલાકાત દરમિયાન આ નિવેદન આપ્યુ હતું.