સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારીએ આંતક મચાવ્યો છે. ત્યારે કોરોનાથી બચવા માટે દેશભરમાં લોકડાઉનની સ્થિતિ છે. આ લોકડાઉનનાં કારણે રસ્તાઓ સુમસામ બન્યા છે અને જાનવરો બહાર લટાર મારવા નીકળી પડતા જોવા મળી રહ્યા છે. તેવામાં અમરેલી જિલ્લામાં ધોમધખતા તાપમાં પાણીની તલાશમાં સિંહોનો રઝળપાટ નજરે ચડ્યો હતો. ત્યારે ખેતરો ખૂંદતા બે સિંહો જોવા મળ્યા હતા.
બગસરાના કાગદડી ગામની વાડીનો વિડીયો હોવાનુ અનુમાન લગાવવામાં આવ્યું હતું. ખેતરોમાં સિંહોનો લટાર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે પાણીની તલાશમાં સિંહો ખેતરોમાં પહોંચ્યા હોવાનુ પણ અનુમાન લગાવ્યું હતું. આ વિસ્તારમાં સિંહોની લટારથી ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
દીપડાઓ બાદ હવે, આ વિસ્તારમાં સિંહો પણ જોવા મળ્યા હતા. આવા પ્રાણીઓના ત્રાસથી ખેડૂતો પણ ભયભીત થઇ ગયા છે કેમ કે, વારંવાર પ્રાણીઓ ખેતરમાં ઘૂસીને હુમલો કરી દેતા હોય છે.