લાયન્સ ક્લબ ઓફ ભુજ દ્વારા ગાંધી જયંતી નિમિત્તે લાયન્સ ક્લબના 142 સભ્યોના પરિવાર એકઠા થયા હતા અને ભુજના ખાદી ભંડારમાં જઈ ખાદીની ખરીદી કરી હતી. ખાદીની ખરીદી કરી અનેક લોકોને રોજીરોટી મળે તે માટે સમાજને ખાદીની ચીજો ખરીદવા માટે અપીલ કરી હતી. આજે સવારે સાંસદ વિનોદ ચાવડાએ દીપ પ્રગટાવી આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું અને તેમના તરફથી ખાદી ભંડાર માંથી ખરીદી પણ કરવામાં આવી હતી. તેમજ પ્લાસ્ટિક હટાવવા માટે થેલીઓનું વિતરણ વિનોદભાઈ ચાવડા તરફથી કરવામાં આવ્યું હતું. ક્લબના બીજા એક કાર્યક્રમ દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ દૂર કરવા માટે ખાસ બોર્ડ બનાવવામાં આવ્યું છે. બોર્ડ શાકભાજીની દુકાન ઉપર લગાવવામાં આવ્યું છે અને તેમાં ઝબલા થેલી ના લેવા માટે અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે અપીલ કરવામાં આવી છે. એ રીતે આજે લાયન્સ ક્લબ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે બે કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.