દિલ્હીની હોસ્પિટલોમાં માત્ર દિલ્હીના લોકોની જ સારવાર કરવાના અરવિંદ કેજરીવાલ સરકારના નિર્ણયને લઈ કેજરીવાલ સરકારની આકરી ટિકા થઈ રહી હતી ત્યારે દિલ્હીના ઉપરાજ્યપાલે કેજરીવાલ સરકારના નિર્ણયને બદલ્યો છે.
દિલ્હીના ઉપરાજ્યપાલે અરવિંદ કેજરીવાલ સરકારને ઝટકો આપતા દિલ્હીની સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલમાં કોરોનાના તમામ દર્દીઓની સારવાર માટે આદેશ આપ્યો છે.
ઉપરાજ્યપાલ અનિલ બૈઝલના આદેશ બાદ હવે દિલ્હીમાં દિલ્હીવાસીઓની સાથે સાથે અન્ય કોરોનાના દર્દીઓની પણ સારવાર થઈ શકશે.
મહત્વનું છે કે, દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે આ પહેલા જાહેર કર્યું હતું કે દિલ્હીની હોસ્પિટલો માત્ર દિલ્હાવાસીઓ માટે જ અનાત રહેશે. ખાનગી હોસ્પિટલો પણ દિલ્હીના નાગરિકોની પહેલા સારવાર કરશે. જોકે કેજરીવાલના આ નિર્ણય સામે ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને બીએસપીના પ્રમુખ માયાવતીએ સવાલ ઉભા કર્યા હતા. ત્યારે હવે દિલ્હીના ઉપરાજ્યપાલે દિલ્હી સરકારનો નિર્ણય બદલ્યો છે.