આણંદ જિલ્લામાં એસીબીએ વર્ષની સૌથી મોટી ટ્રેપ ગોઠવી અને એક લાંચિયા કૉન્સ્ટેબલને રૂપિયા 50 લાખની લાંચના કેસમાં લાંચ લેતા ઝડપી પાડ્યો છે. આણંદ લાંચ રુશ્વત વિરોધી દળની કચેરી દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં અમદાવાદ આરઆરસેલનો હેડ કૉન્સ્ટેબલ રૂપિયા 50 લાખની લાંચ લેતા ઝડપાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર એસીબીએ આરઆર સેલના કૉન્સ્ટેબલ પ્રકાશસિંહ રાવલની ધરપકડ કરી છે. આ કૉન્સ્ટેબલે રૂુપિયા 60 લાખની લાંચ સામે 50 લાખમાં સેટલમેન્ટ કર્યુ હતું.
જોકે, ઝડપાયેલો કૉન્સ્ટેબલ પોતાના માટે કે ઉપરી અધિકારી માટે લાંચ માંગવા આવ્યો હોય તે તપાસમાં જાણવા મળશે પરંતુ આ દરોડાએ 31stની રાતે હાહાકાર મચાવી દીધો છે. તેમજ આ લાંચ કેસમાં કોઈ ઉચ્ચ અધિકારીઓની પણ સંડોવણી હોવાની આશંકા પણ સેવવામાં આવી રહી છે.