દેશના વિવિધ ભાગોમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકો આવી રહ્યા છે. ત્યારે જમ્મુ કાશ્મીરમાં સોમવારે સાંજે 5.1 ની તીવ્રતાના ભુકંપના આંચકા અનુભવાયા હતા. જેને લઈ ફફડાટ ફેલાયો હતો. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સીસિમોલોજી અનુસાર સોમવારે સાંજે 7.32 વાગ્યે કાશ્મીરના ડોડા, કિશ્તવાડ અને રામબાનમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા.
ભૂકંપના આંચકા અનુભવાતા લોકો પોતપોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. લોકોમાં ભૂકંપના આંચકાના પગલે ગભરાટનો માહોલ પણ જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ, જમ્મુ કાશ્મીરના ડોડા, કિશ્તવાડ, રામબાન સહિતના વિસ્તારોમાં સાંજના સમયે ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનો આંચકો 5.1ની તીવ્રતાવાળો હોવાથી તેનો અનુભવ સ્થાનિક લોકોએ કર્યો હતો અને પોતપોતાના ઘરની બહાર લોકો દોડી ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર શું હતું તે હજુ સુધી જાણી શકાયું નથી. આ સિવાય ભૂકંપમાં કોઈ પણ પ્રકારનું જાન-માલની હાની થયાના કોઇ જ સમાચારો પ્રાપ્ત થયાં નથી. જેને લઈ સ્થાનિક વહિવટી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.