રાજ્યમાં દિવસેને દિવસે આગના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. સીએનજી સંચાલિત કાર, ઓટો રીક્સામાં આગ લાગવાના બનાવો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યા છે. ત્યારે ભાવનગરમાં પણ કારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. મળતી માહિતી મુજબ, ભાવનગર શહેરના કુમદવાડી વિસ્તારમાં કારમાં આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો હતો. હીરાના કારખાનામાં પાર્ક કરાયેલી કાર અચાનક સળગી ઉઠી હતી. કારમાં આગ લાગતા જ બાજુમાં પસાર થતા વીજ વાયર પણ ભડભડ સળગી ઉઠ્યા હતા. આ અંગેની જાણ સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા ફાયર બ્રિગેડનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયોહતો. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને ગણતરીની મિનિટોમાં કાબુમાં લઈ લીધી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી નહતી. જોકે, આગ કયા કારણસર લાગી તે અંગે હજી સુધી કોઈ માહિતી સામે આવી નથી. જોકે સુત્રોના જણાવ્યા મુજબ શોટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -