દેશભરમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારીમાં આર્થિક રીતે ગરીબ પરિવારો માટે ભારત સરકાર દ્વારા આવા પરિવારોના ખાતામાં પૈસા જમા કરવામાં આવ્યા હતા. ત્યારે બેંકો બહાર પૈસા ઉપાડવા માટે ખાતેદારોની ભારે ભીડ જામી હતી.
ત્યારે પાટણ શહેરમાં આવેલા બેંક ઓફ ઇન્ડિયામાં ફરજ ઉપર રહેલા હોમગાર્ડ જગદીશભાઇ બારોટે નૈતિકતા દાખવી હતી. જગદીશભાઇ બારોટને બેંક ઓફ ઇન્ડિયામાં રોકડ ઉપાડવા માટે આવ્યા હતા. તેમણે ૮ હજાર જેટલી રકમ પોતાના ખાતામાંથી ઉપાડી હતી.
ત્યારબાદ જગદીશભાઇએ બેંક કેશિયર પાસેથી ૮ હજાર રુપિયાના છુટ્ટા માંગ્યા હતા. પરંતુ કેશિયરે ભૂલથી પાંચ હજાર રૂપિયા વધુ આપી દીધા હતા. ત્યારે ઘેર ગયા બાદ રોકડની ગણતરી કરતા તેમાં ૫૦૦૦ રૂપિયા વધુ આવ્યા હતા. જેથી તેઓએ આ વધારાની રોકડ પોતાની પાસે ના રાખીને બેંક મેનેજરને પરત કરવા બેંકમાં પહોંચી માનવતા મહેકાવી હતી.