લોકડાઉનને પગલે અનેક વ્યવસાયના લોકો બેકાર બની ગયા છે અને અત્યારે છેલ્લા પચ્ચીસ દિવસથી ધંધા રોજગાર વગર પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે અને લોકડાઉનને પગલે સરકાર સમક્ષ કેટલીક માંગ કરી રહ્યા છે.
મહત્વનુ છે કે, ઘણા એવા વ્યવસાય છે કે જેમાં લોકો રોજ કમાઈને રોજ ખાતા હોય છે. જેમાં દરજી, લુહાર, નાઈ સહિત અનેક લોકોને અત્યારે લોકડાઉનને પગલે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વાત કરીએ નાઈ પરિવારોની તો છેલ્લા પચ્ચીસ દિવસને પગલે સમગ્ર ભારતમાં લોકડાઉન કરી દેવામાં આવતા તમામ સલૂન બંધ છે અને સલૂનના સંચાલકો બેકાર બની ગયા છે.
આ પરિવારો છેલ્લા પચ્ચીસ દિવસથી એક પણ રૂપિયાની આવક વગર પોતાના ઘરે જ બેઠા છે. ત્યારે હવે આગામી સમય આવા પરિવારો માટે પણ કપરો સાબિત થઈ શકે છે. ત્યારે એક એવા જ નાઈ પરિવારની મુલાકાત લીધી હતી. આ પરિવારના જણાવ્યા અનુસાર નાઈ સમાજના નેવું ટકા લોકો સલૂનના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને અત્યારે લોકડાઉનને પગલે આટલો મોટો વર્ગ બેકાર છે.
ત્યારે સરકારે આવા પરિવારે માટે સહાયનું પેકેજ જાહેર કરવું જોઇયે અને સરકાર સહાયના આપે તો તેમણે ધંધાર્થે થોડી ઘણી છૂટછાટ આપે તો આવા પરિવારો તેમનું ગુજરાન ચલાવી શકે.