ફી માટે ખાનગી સ્કૂલ સંચાલકોની શિયાળવૃત્તિ જગજાહેર છે તેમાંય રાજકોટમાં બે કિસ્સામાં સામેઆવ્યા છે. જ્યાં વિદ્યાથીઓનાવાલીઓને ફી ભરવા માટે દબાણ કરવામાં આવે છે. પ્રથમ કિસ્સામાંમહીકા ગામની નીલરાજ સ્કૂલમાં સંચાલકે વિદ્યાર્થીનીને ફોન કરીને કહ્યું હતું કે,'ફી નહીં ભરો તોપરીક્ષા આપવા નહીં દઈએ'. જેની ઓડિયો ક્લિપ પણ વાઈરલ થઈ છે. જયારે અન્ય કિસ્સામાં તોસાતડા ગામે વાલીએ ચેક આપવા છતાં સ્કૂલના આચાર્યે ફી રોકડેથી આપવાનું કહી પરીક્ષામાંબેસવા ન દેતા વિદ્યાર્થી નાસીપાસ થતા આપઘાત કરવા સુધીનું પગલું ભરે તેવી ઘટના બની છે
હાલ આ મામલે NSUIની ટીમ મેદાને આવી છે. આ મુદ્દે NSUI પ્રમુખ રોહિતસિંહ રાજપુતે જણાવ્યુહતુ કે, અમે 7016837652 હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. કોઈ વિધાર્થી વાલીને ફી બાબતેપરીક્ષા અટકાવી હોય તો અમારો સંપર્ક કરશે તો અમે વિધાર્થીઓના વ્હારે આવશુ.અને જો કોઇકિસ્સાઓમાં ખાનગી સ્કુલોની ખોટી દાદાગીરી સામે આવશે તો આંદોલનો કરશુ અને હલ્લાબોલ પણ કરશું.