ગત રાઢિયાળી રાત્રીના વન ટેન ગ્રુપ દ્વારા આયોજીત પવીત્ર રમજાન માસમાં છેલ્લા એક મહિનાથી રમાઈ રહેલ કિકેટટેનામેન્ટનો ગ્રેન્ડ ફાઈનલ મેચ રાખવામાં આવેલ. જેમા આમત્રણને માન આપી ખાસ પધારેલા સૈયદ બલુ બાપુ કાદરી, સૈયદઈમરાના બાપુ કાદરી, સાંસદ રમેશભાઈ ધડુકના પુત્ર ડો. નિમેષભાઈ ધડુક તથા ઉપલેટા નગર સેવા સદનના પૂર્વ પ્રમુખદાનાભાઈ ચંદ્રાડીયા સાથે નિકુલભાઈ ચંદ્રવાડીયા , ઉપલેટા તાલુકા પંચાયતના પૂર્વે પ્રમુખ લાખાભાઈ ડાંગર તથા જેઠાભાઈ ડે૨,બાબુભાઈ ડેર, લખમણભાઈ ભોપાળા, સિદ્દાર્થભાઈ ભેટારીયા, ગોંડલથી પધારેલા હા. સલીમભાઈ ચોહાણ સાથે સૈયદ્દ મકસુદબાપુ, સમસ્ત મેમન જમાત ઉપલેટાના પ્રમખ હા. હનિફભાઈ કોડી, વાહિદભાઈ કોડી, રસીદભાઈ સિવાણી સહિતના મહાનુભાવોને પુસ્પ ગુચ્છ સાથે શાલ ઓઢાડી તમામનુ સન્માન કરવામાં આવ્યા હતા.
વન ટેન ગ્રુપ દ્વારા ફાઈનલ મેચનુંઆયોજન સમારોહ હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક સમાન ખૂબ જ સુંદદર અને સરસ રીતે ગોઠવવામાં આવેલ હતું ફાઈનલક્રિકેટ મેચ મિરા ઈલેવન અને એવન ઈલેવન વચ્ચે રમવામાં આવેલ, જેમાં મિરા ઈલેવન મેચ વિનર બનેલ આયોજક વન ટેન ગ્રુપતરકથી બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર, રનર્સ અપ બેસ્ટ અમ્પાયરોની સાથે બેસ્ટ કોમેન્ટરી આપનાર કોમેન્ટરને અને ફાઈનલ મેચવિન્નર ટીમને ડાઈમંડ જડિત સુંદર બેસ્ટ કપ) ટ્રોફીઓ પધારેલ મહાનુભાવોના વરદ હસ્તે ભેટ અર્પણ કરવામાં આવેલ, આમેચમાં ઉપસ્થિત રહેલા તમામા મહાનભાવોએ આનંદ સાથે ભાવ વિભોર થઈને વન ટેન ગ્રુપ મેચના આયોજક સૈયદ ગુલામહુશેન બાપુ બુખારી, સૈયદ સાજીદ બાપુ કાદરી તથા વોર્ડ નં. ૯ ના પૂર્વ નગર સેવક સેવાના ભેખધારી શાનવાઝ બાપુ બુખારીઅને રસીદભાઈ સિવાણી અને શબ્બીર બાપુ બુખારીને તથા ગ્રુપના તમામ સભ્યોને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવેલી હતી.