પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી 27મી મેના રોજ ડી-લીટની માનદ પદવીદાન સમારોહ રાજયપાલની ઉપસ્થિતિમાં યોજાશે. આ સમારોહમાં યુનિવર્સિટીમાં વર્ષ 2018-19 માં વિવિધ અભ્યાસક્રમોમાં ઉત્કૃષ્ટ પરીણામ મેળવનારા તેમજ રમતગમત સહિત અન્ય ક્ષેત્રોમાં પોતાનું કૌશલ્ય દાખવનારા કુલ 38 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપીસન્માનીત કરવામાં આવશે. પદવીદાન સમારોહ:પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ડી-લીટ માનદ પદવીદાન સમારોહ અને તેજસ્વી વિદ્યાર્થીઓનો સુવર્ણચંદ્રક એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાશે.પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી 27મી મેના રોજ ડી-લીટની માનદ પદવીદાન સમારોહ રાજયપાલની ઉપસ્થિતિમાં યોજાશે.
આ સમારોહમાં યુનિવર્સિટીમાં વર્ષ 2018-19 માં વિવિધ અભ્યાસક્રમોમાં ઉત્કૃષ્ટ પરીણામ મેળવનારા તેમજ રમતગમત સહિત અન્યક્ષેત્રોમાં
પોતાનું કૌશલ્ય દાખવનારા કુલ 38 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપી સન્માનીત કરવામાં આવશે.ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતેઆગામી 27 તારીખે શુક્રવારના રોજ ડી-લીટ માનદ પદવીદાન સમારોહ અને તેજસ્વી વિધાર્થીઓનો સુવર્ણચંદ્રક એવોર્ડ વિતરણકાર્યક્રમ રાજયપાલની ઉપસ્થિતિમાં યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં સમાજ સુધારણામાં યોગદાન આપવા બદલ સ્વામીનારાયણના જ્ઞાન વત્સલ સ્વામી અને શૈક્ષણિક ક્ષેત્રમાં યોગદાન આપનારા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પતિ મફતલાલ પટેલને રાજ્યપાલના હસ્તે ડી.લિટની પદવી એનાયત કરવામાં આવશે તેવું કુલપતિ ડૉ. જે. જે.વોરાએ જણાવ્યું છે.