ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીઝનું વેચાણ વધારી શકે તેવું એક પગલું ભરતા કેન્દ્ર સરકારે બજેટમાં જુના વાહનોને અલગ તારવવા માટે સ્વૈચ્છિક વ્હિકલ સ્ક્રેપિંગ યોજનાની જાહેરાત કરી દીધી છે. આ પોલીસની જાહેરાત કરતા નાણાપ્રધાન નિર્મલા સીતારામણે જણાવ્યું કે, 20 વર્ષ પછી કાર, બાઈક જેવા અંગત વાહનો તથા 15 વર્ષ પછી કર્મશિયલ વાહનોની કાર્યક્ષમતાની ચકાસણી માટે તેને ફિટનેશ સેન્ટરમાં મોકલવામાં આવશે.
આ નવી યોજના હેઠળ 20 વર્ષ જુના પ્રાઈવેટ વ્હિકલ્સ અને 15 વર્ષ જુના કર્મશિયલ વ્હિકલ્સ ભંગારમાં જવા પાત્ર છે. નાણાપ્રધાને કહ્યું કે સ્ક્રેપેજ સ્કીમની વિગતો ટૂંક સમયમાં પરિવહન મંત્રાલય સાથે શેર કરવામાં આવશે. 20 વર્ષ જુના અંગત વાહનો અને 15 વર્ષ જુના કર્મશિયલ વાહનોએ સરકાર દ્વારા બનાવાયેલા ઓટોમેટેડ વ્હિકલ ફિટનેશ સેન્ટરમાં ફિટનેશ ટેસ્ટ કરાવવો પડશે.
મહત્વનું સરકારનો ઉદ્દેશ જુની કારને રસ્તા પરથી હટાવવાનો છે. 15 વર્ષ જુની ગાડીઓની રીસેલ વેલ્યુ ઘણી ઓછી હોય છે અને તે મોટા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાવતી હોય છે. કેન્દ્રીય પરિવહન મંત્રાલયે 15 વર્ષ જુના વાહનોને એપ્રિલ 2022 થી કબાડમાં મોકલવાની પોલીસીને મંજૂરી આપી દીધી હતી જે પછી બજેટમાં તેની જાહેરાત કરવામાં આવી હતી.
ગાડીઓ થઈ શકે છે સસ્તી
રોડ પરિવહન મંત્રાલયનો અંદાજ છે કે સ્ક્રેપ પોલીસીથી રિસાઈકલ કાચો માલ ઉપલબ્ધ થશે. આ વાહનોના ખર્ચમાં 30 ટકા સુધી ઘટાડો થવાની શક્યતા છે. આનાથી બજેટમાં સ્ટીલ પર ઉત્પાદન ફી(કસ્ટમ ડ્યૂટી) પણ ઓછી કરવામાં આવશે. આનાથી વાહનોની કિંમતમાં હજું ઘટાડો થવાની શક્યતા છે.