ધાર્મિક દૃષ્ટિએ અનેરો મહત્વ ધરાવતા શ્રાવણ માસમાં સવા લાખ માટીના ચિંતામણિ બનાવી શિવજીને ચઢાવવાની પ્રથા આજે પણ ખૂબ પ્રચલિત છે. પાર્વતીજીએ શિવજી સાથે લગ્ન કરવા માટે જંગલમાં જઈ સવા લાખ ચિંતામણીનું તપ કર્યું હોવાની વાત પ્રચલિત છે. શ્રી રામ ભગવાને પણ તેમના અજ્ઞાત વર્ષમાં શિવજીને પ્રસન્ન કરવા પાર્થેશ્વર ચિંતામણીનું તપ કર્યું હતું. આ પ્રયોગ ને શિવ પાર્થેશ્વર ચિંતામણી પ્રયોગ કહેવાય છે. હિંદુ ધર્મમાં શ્રાવણ મહિનાનો અનેરો મહિમા છે. આ મહિનામાં તપ અને ઉપાસના કરવાથી શિવજી પ્રસન્ન થાય છે માટે શિવ ભક્તો આ મહિનાના દર સોમવારે શિવાલયોમાં જઈ શિવજીની પૂજા અર્ચના કરતા હોય છે. કહેવાય છે કે પાર્વતીજીએ શિવજી સાથે લગ્ન કરવામાટે જંગલમાં જઈ સવા લાખ ચિંતામણીનું તપ કર્યું હતું. જે પરંપરા અનુસાર આજે પણ ભક્તો દ્વારા શ્રાવણ મહિનામાં આ પ્રયોગકરવામાં આવે છે. નમૅદા જિલ્લાના નાદોદ તાલુકાના જીતનગર ગામ પાસે સુંદરપુરા ખાતે આવેલા સુપ્રસિદ્ધ મણીનાગેશ્ર્વર મહાદેવનુ મંદિર આવેલ છે. જે ત્રણસૌ વષૅ પોરાણિક માન્યતા મુજબનુ મંદિર છે આ મંદિરે શ્રાવણ માસમા મોટી સંખ્યામાં ભકતજનો ધસારો હોય છે અને ભક્તોમાં શ્રાવણ માસનો અનેરો મહીમા જોવા મળે છે. આ મંદિરમાં વર્ષોથી શ્રાવણ માસ દરમિયાન રાજસ્થાન ઉત્તર પ્રદેશથી અનેક સાધુ સંતો આવે છે અને શ્રાવણ મહિનામાં દરોજ માંટીના પાંચ હજાર મણિ બનાવવામા આવે છે જેને ચિંતા મણિ કહેવામાં આવે છે.
આખા શ્રાવણ માસ દરમિયાન 1 લાખ જેટલા શિવલિંગ બનાવાય છે. ત્યારબાદ આ પાર્થશ્વર ચિંતામણી શિવલિંગને સિદ્ધ કરી પૂજા કરવામાં આવે છે. શ્રાવણ માસના અંતમાં તેનું નદીમાં વિસર્જન કરવામાં આવે છે. આ પાર્થેશ્વર શિવલિંગના દર્શને અને નંદીકેશ્વર મહાદેવના દર્શને રોજ હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુ આવે છે તથા આ શિવલિંગને શ્રાવણ માસમાં આવતા વાર પ્રમાણે અલગ અલગ નક્ષત્રમાં બનાવી શિવજીની આરાધના મુકી એની પુજા કરવામાં આવે છે. પુજા કરવાથી ભક્તોની ચિંતા દૂર થાય છે એટલે એને ચિંતા મણી કહેવામા આવે છે. ઉપરાંત એક માન્યતા મુજબ પાર્વતીજીએ શિવજી સાથે લગ્ન કરવા જંગલમાં જઈને આ તપ કર્યું હતું ત્યારથી આ પરંપરા શરૂ થઈ છે તેમ વેદોમાં પણ તેનો ઉલ્લેખ છે. ઉપરાંત મંદિરની બાજુમા જે કરજણ નદી વહે છે જે કરગંગા મૈયા નામે ઓળખાવામા આવે છે.
ખાસ કરીને ભક્તો શ્રાવણ માસના પાવન મહીનામા ભગવાનને માટીના મણી બનાવી પૂજાવિધિ કરી માટીના મણી ચઢાવી ધન્યતા મેળવી પોતાની મનો આરાધના પુરી કરવા શ્રાવણીઓ ઉવાસ રાખી આખો મહીનો ભક્તિમાં લીન રહે છે. શિવ પાર્થેશ્વર ચિંતામણી પ્રયોગ કરનાર કિશોર આમેટા મહારાજ જણાવે છે કે આ પ્રયોગ મનથી કરવાથી તમામ ચિંતા દૂર થાય છે તેમજ પાર્વતીજીએ શિવજી સાથે લગ્ન કરવામાટે જંગલમાં જઈ સૌપ્રથમ આ પ્રયોગ કર્યો હતો. ત્યારથી સમગ્ર વિશ્વમાં આ પ્રચલિત બન્યો છે. ઉપરાંત જુદા જુદા વાર મુજબ નક્ષત્રો બનાવી શિવજીની આરાધના કરી આ માટીના મણીનું વિસર્જન કરવામાં આવે છે.