રાજકોટ મહાનગર પાલિકાએ બનાવેલી અલગ-અલગ આવાસ યોજનાઓ મા ફ્લેટ ગેરકાયદેસર ભાડે આપવાના પ્રકરણો ધીરે ધીરે ખુલી રહ્યા છે.આ કારણે ફ્લેટ સીલ કરવાના પગલા લેવાઈ રહ્યા છે જેમાં વધુ એક કિસ્સો સામે આવે છે રાજકોટ મહાનગરપાલિકાએ ગોંડલ રોડ પર એસ.ટી વર્કશોપ પાછળ વીર નર્મદ ટાઉનશીપ બનાવી છે.
જેમાં 19-5 ના ચેકિંગ હાથ ધરાતા સી -706 ફ્લેટમાં મૂળ લાભાર્થી ને બદલે અન્ય પરિવાર રહેતો હોવાથી નોટિસ ફટકારાઇ હતી નોટિસ ના જવાબ તેમજ તપાસમાં લાભાર્થીએ ફ્લેટ ભાડે ચડાવ્યું હોવાનું ખુલતા ફ્લેટને આવાસ શાખા એ સીલ લગાવી દીધું હતું