આશુતોષ ગોવારિકરની ફિલ્મ ‘પાણીપત’નું પહેલું ગીત ‘મર્દ મરાઠા’ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ એપિક વોર ફિલ્મના ગીતને લાર્જ સ્કેલ પર રજૂ કરવામાં આવ્યું છે. ઐતિહાસિક સેટિંગ તથા ભવ્ય વિશાળ સેટની સાથે દર્શકોને આકર્ષનાર આશુતોષે આ ફિલ્મમાં પણ આવું જ કંઈક કર્યું છે.આ ગીતમાં મરાઠા શાસનની સમુદ્ધિનો ઉત્સવ માનવામાં આવે છે. આશુતોષે આ ગીતને એ રીતે શૂટ કર્યું છે કે મરાઠા શાસનની ભૂલાયેલી ભવ્યતાને દર્શકો સમક્ષ લાવવામાં આવી છે. આ ગીત ખરી રીતે એક વિઝ્યુઅલ ટ્રીટ છે. આ ગીતને કરજતના એનડી સ્ટૂડિયોમાં શનિવારવાડાનો ભવ્ય સેટ બનાવીને શૂટ કરવામાં આવ્યું છે. આ સેટને આર્ટ ડિરેક્ટર નિતિન દેસાઈએ ડિઝાઈન કર્યો હતો.પેશવા સમયની વેશભૂષા, મહોલ તથા પરિવેશ સાથે જોડાયેલું ‘મર્દ મરાઠા’ ગીત 13 દિવસમાં શૂટ કરવામાં આવ્યું હતું. કોરિયોગ્રાફર રાજુ ખાને આ ગીતમાં 1300 ડાન્સર્સ લીધા હતાં, જેમાંથી પુનાના લેઝિમ ડાન્સર્સ તથા બુલ ડાન્સર્સ પણ સામેલ છે. ગીતને હિંદી-મરાઠી મિશ્રણ સાથે અજય-અતુલે કમ્પોઝ કર્યું છે.