ટ્રીપલ તલાકનો કાયદો અમલમાં આવ્યા પછી પંચમહાલ જિલ્લામાં સૌપ્રથમ વાર ટ્રીપલ તલાક હેઠળમુસ્લિમ મહિલાએ તેના પતિ અને પરીવારજનો સામે ગુન્હો નોંધાવ્યો હતો. ગોધરાની મહિલાને તેનોપતિને મોબાઈલની દુકાન નાંખવા માટે અવારનવાર દહેજની માંગણી કરતા હોવાની સાથે જ તેનો પતિઅને સાસુ સસરા શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાની સાથે મહિલા ને ત્રણ વાર તલાક બોલીતલાક આપી દેતા મહિલાએ તેના પતિ અને સાસરીયા વિરુધ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ટ્રીપલ તલાકકાયદા અંતર્ગત ફરીયાદ નોંધાવતા પોલીસે મહિલાના પતિ અને સસરાની ધરપકડ કરી તપાસનોધમધમાટ શરૂ કર્યો છે. ગોધરા શહેરના રાણી મસ્જિદ વિસ્તારમાં રહેતી એક મહિલાના સામાજીકરીતરીવાજ મુજબ મોહમ્મદઆદિલ નિસાર બડંગા સાથે લગ્ન થયા હતા. આ મહિલા લગ્ન કરીને સાસરીમાં પતિ સાથે સંયુક્ત પરીવારમાં રહેવા ગઈ હતી.
શરૂઆતમાં બે મહિના સુધી પતિએ તેને સારીરીતે રાખી હતી. ત્યાર પછી તેના પતિ અને સાસુ સસરાએ મહિલાના પતિને મોબાઈલની દુકાન કરવામાટે દહેજની માંગણી કરી માનસિક અને શારીરિક ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો.અને ત્યાર બાદમહિલાના પતિ મોહમ્મદઆદિલ બડંગાએ મોબાઈલની દુકાન કરવા માટે રૂપિયા ના લાવે તો મહિલાનેત્રણ વખત તલાક તલાક તલાક બોલી છૂટાછેડા આપી દેતા મહિલા ચોંકી ઉઠી હતી. અને ટ્રીપલ તલાકનોભોગ બનેલી મહિલાએ ગોધરા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસ દ્વારા ટ્રીપલતલાકના કાયદા હેઠળ ગુન્હો દાખલ કરીને પતિ અને સસરાની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.