લોકડાઉને દરેક વ્યવસાયની કમર ભાંગી નાખી છે. જેમાં શાકભાજી સહિત ફળફળાદીમાં તો ભારે નુકશાન થયુ છે. પપૈયાના પાકમાં પણ ખેડુતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
એક બાજુ ખેડૂતોને વેચાણ થતુ નથી અને બીજી બાજુ ખેતરમાં રહેલા પપૈયા બગડી રહ્યા છે. ત્યારે વધુ ઉત્પાદન મળે તે માટે ખેડુત બાગાયતી ખેતી તરફ વળ્યો છે અને વિવિધ બાગાયતી ખેતી કરી રહ્યા છે. ત્યારે પહેલા કમોસમી વરસાદે ખેડૂતોને નુકશાન પહોચાડ્યા અને હાલમાં લોક ડાઉનને લઈને પાકને નુકશાન થઈ રહ્યુ છે.