સુરત કીમ દરગાહ પર દર્શન કરી ઘરે ફરી રહેલા પરિવાર નહેરમાં પગ ધોવા ઉતરતા પગ લપસી જતાતણાયા, કામરેજ કીમ દરગાહ પરથી સુરત ઘરે જતાં ભાઈ-બહેનનો પરિવાર નવી પારડી કાકરાપારજમણા કાંઠા નહેરમાં હાથ-પગ ધોવા ઊભા રિક્ષા ઊભી રાખી હતી. એ વેળા નહેર પાસે બે ભાણીના પગલપસી જતાં પાણીમાં પડી ગઈ હતી. જેમને બચાવવા ગયેલા મામા અને એક ભાણી નહેરના પાણીતણાઈ ગયાં હતાં. જ્યારે બીજા મામાએ બહેન અને એક ભાણીને બચાવી લીધાં હતાં. સુરત માન દરવાજા પદ્માનગર ગલી નં.13, બંબાગેટ, રિંગ રોડ ખાતે મેહમુદ રજાક શેખ રહે છે.
શુક્રવારે મેહમુદનીબહેન જાયદા તેમજ રૂબીના, ભાઈ મોહસન, મુસ્તકીન તેમજ બંને બહેનનાં સંતાનોમાં રૂબીનાનાં સંતાનોરેશ્મા, સિકંદર, અલી સમીર અને જાયદાનાં સંતાનો આયશા, અર્ષદ , સાથે રિક્ષા ભાડે કરી માંગરોળનાકીમ ખાતે મકદુમ બાબાની દરગાહ પર જવા માટે બપોરે 1.30 કલાકે ઘરેથી નીકળ્યા હતા. દરગાહ પરનમાઝ પઢી પરત સુરત ઘરે આવવા માટે નીકળ્યા હતા. ત્યારે સાંજે આશરે 5.30 કલાકે કામરેજના નવીપારડી ગામની સીમમાં કાકરાપાર જમણા કાંઠા નહેર પાસે ઓટો રિક્ષા હાથ-પગ ધોવા માટે ઊભી રાખી હતી.