કોરોના વાયરસનો ભોગ બનેલા લોકોની હાલત ખૂબ જ ખરાબ થતી હોવાની માહિતી પણ સામે આવી ચુકી છે. આ વાયરસની ઝપેટમાં આવતા લોકો થોડા દિવસો સુધી શારીરીક રુપથી નબળા પડતા હોય છે. ત્યારે તેનો તાજો પુરાવો ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી છે.
(File Pic)
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી છેલ્લા 55 દિવસથી કોરોના સામે જંગ લડી રહેલ ભરતસિંહનું શરીર ઘણું ઉતરી ગયુ છે સાથે જ તેમનો ચહેરો પણ ઘણો બદલાઈ ગયો છે. જેના કારણે તેમને ઓળખવા પણ મુશ્કેલ છે. ભરતસિંહ સોલંકીની આ તસવીર મીડિયાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા આપવામાં આવી છે.
(File Pic)
મળતી માહિતી મુજબ ગત 22 જુનના રોજ ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદથી તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ત્યારે આટલા દિવસોની સારવાર બાદ તેમની એક તસવીર સામે આવી છે જેમાં તેમને ઓળખવા પણ મુશ્કેલ છે. ભરતસિંહ સોલંકી 55 દિવસથી કોરોના સામે જંગ લડતા રહ્યાં છે. તેમનો રિપોર્ટ નેગેટીવ આવ્યા પછી સોશ્યલ મિડીયા પર વહેતી થયેલી તેમની તસવીર જોતાં એવું લાગે કે આ ભરતસિંહ સોલંકી છે જ નહીં. તેમનો ચહેરો બદલાઇ ગયો છે.