અંતિમ સંસ્કારના સમયના આ ફોટો મધ્યપ્રદેશના ભોપાલના છે. આમ તો કોરોના સંકટના આ સમયમાં અંતિમ સંસ્કારના ફોટો દેશ અને દુનિયાના તમામ સ્થળોથી સામે આવી રહ્યા છે. પરંતુ ભોપાલથી સામે આવેલ આ દ્રશ્યોમાં માનવતાનું જીવતુ જાગતુ ઉદાહરણ જોવા મળે છે. કોરોનાએ માનવીય સંબંધોને પણ ભૂલાવી દીધા છે.
કોરોનાનો ડર લોકોમાં કેટલો ફેલાયેલો છે તે મધ્યપ્રદેશના ભોપાલમાં બનેલી ઘટના પરથી જાણી શકાય છે.. જ્યાં એક પુત્રએ પિતાના મોત બાદ મૃતદેહ લેવાનો ઈન્કાર કરી તેને અગ્નિદાહ આપવાનો પણ ઈન્કાર કરી દીધો…મળતી માહિતી મુજબ, મધ્યપ્રદેશના શુજાલપુરના એક શખ્સને8 એપ્રિલે પેરાલિસિસનો એટેક આવ્યો હતો.
તેમને એક મલ્ટીકેયર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો, ત્યારબાદ તેમને ભોપાલની ચિરાયુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું. પરંતુ પુત્રને ખબર પડી કે કોરોના સંક્રમણના કારણે તેના પિતાનું મોત થયુ છે તો તેણે મૃતદેહ સ્વીકારવાનો અને અગ્નિ સંસ્કાર માટે મુખાગ્નિ આપવાનો પણ ઈન્કાર કરી દીધો.
ત્યારબાદ મામલતદાર ગુલાબસિંહ બઘેલ વૃદ્ધને મુખાગ્નિ આપવા આગળ આવ્યા અને તેમણે હિન્દુ રીતી રિવાજ મુજબ સ્મશાનમાં જ સ્નાન કર્યુ અને પીપીઈ કિટ પહેરી.. નગર નિગમના સહયોગથી કોરોના દર્દીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.. તો બીજીબાજુ પુત્ર 50 મીટર દૂરથી જ પિતાના અંતિમ સંસ્કારને જોતો રહ્યો..
આ ઘટના હૃદય કંપાવનારી છે..કે કેવી રીતે કોરોના મહામારીથી ભ્રામક ડર માનવતા અને પારિવારિક સંબંધોને ચૂર ચૂર કરી રહ્યો છે. મામલતદાર ગુલાબસિંહનું આ માનવતાને મહેકાવતુ પગલું પ્રશંસાને પાત્ર છે.