ભારતમાં કોરોનાવાયરસ સંક્રમણના મામલાઓમાં છેલ્લા ઘણા સમયથી ઘટાડો જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે સરકાર તરફથી નિયુક્ત વૈજ્ઞાનિકોની એક કમિટીએ રવિવારે દેશમાં કોવિડ-19 મહામારીને લઈ પ્રતિક્રિયા આપી છે. ભારતમાં કોરોના વાયરસ મહામારી પોતાના ઉચ્ચ સ્તરમાંથી પસાર થઈ ચુકી છે. સરકાર તરફથી બનાવવામાં આવેલી વૈજ્ઞાનિકોની એક સમિતિનું આ માનવુ છે.
પેનલ પ્રમાણે, કોરોના મહામારી ફેબ્રુઆરી 2021મા સમાપ્ત થવાની સંભાવના છે. આ સાથે કમિટીએ એ પણ કહ્યું કે, દેશમાં મહામારીની બીજી લહેર આવવાની આશંકાને નજરઅંદાજ નહી કરી શકાય. કમિટીએ એ પણ કહ્યું કે, એવામાં દેશમાં કોરોના વાયરસ સંક્રમણ વિરુદ્ધ બચાવના તમામ પગલા ચાલુ રહેવા જોઈએ. તેમના અનુસાર, ભારતમાં કોરોનાના 10.6 મિલિયન એટલે કે 1 કરોડ 6 લાખથી વધુ કેસ થશે નહીં. હાલ ભારતમાં કોરોનાના કુલ 75 લાખથી વધુ કેસ છે.
એક અખબારને કમિટીએ કહ્યુ કે, વાયરસથી બચાવને લઈને કરવામાં આવી રહેલા ઉપાયને યથાવત રાખવા જોઈએ. સમિતિએ મહામારીના સ્ટેન્ડને મેચ કરવા માટે કમ્પ્યૂટર મોડલનો ઉપયોગ કર્યો છે. નીતિ આયોગના સભ્ય અને કોવિડ એક્સપર્ટ પેનલના ચીફ ડો વીકે પોલે જણાવ્યું કે, પાછલા ત્રણ સપ્તાહમાં નવા કેસ અને મોતોની સંખ્યા ઘટી છે પરંતુ અમે શિયાળાના હવામાનમાં ભારતમાં કોરોના સંક્રમણની બીજી લહેરની સંભાવનાનો ઇનકાર ન કરી શકીએ.