પાકિસ્તાનમાં દક્ષિણી સિંધ પ્રાંતને અલગ સિંધુ દેશ બનાવવાની માંગ તેજ થઇ ગઇ છે. આધુનિક ભારતીય સિંધી રાષ્ટ્રવાદના સંસ્થાપકોમાંથી એક જીએમ સૈયદની 117મી જયંતિ પર તેમના સમર્થકોએ એક વિશાળ આઝાદી સમર્થક રેલી યોજી હતી.
આ દરમિયાન પ્રદર્શનકારીઓના હાથમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત ઘણા દેશોના નેતાઓના તસવીરવાળા પોસ્ટરો જોવા મળ્યા. આ રેલીમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં સંખ્યાબંધ પોસ્ટર અને બેનર્સ લાગ્યાં હતાં. સિંઘના સન્ન શહેરમાં આ રેલી યોજાઇ હતી. જેના પગલે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની ચિંતા વધી ગઈ છે.
પાકિસ્તાનમાં પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓએ નરેન્દ્ર મોદી ઉપરાંત અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્ર્પતિ જો બાઇડેન, અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની, બાંગ્લાદેશના પીએમ શેખ હસીના સહિતના નેતાઓની તસવીર હાથમાં લઇને સિંધુદેશ બનાવવામાં મદદ કરવાની અપીલ કરી અને હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ આઝાદીના સમર્થનમાં પણ નારા લગાવ્યા હતા.
#Watch | Placards of PM Modi & other world leaders raised at pro-freedom rally in Sann town of #Sindh, Pakistan, on Jan 17
Participants of the rally raised pro-freedom slogans, seeking the intervention of world leaders in people's demand for #Sindhudesh@TarekFatah @arifaajakia pic.twitter.com/F80BPuSY2L
— INDIA NARRATIVE (@india_narrative) January 18, 2021