આપે પ્રાણી સંગ્રહાલયમાં તેમજ તળાવોમાં મગર જોયા હશે પણ ક્યારેય ગોલ્ફ મેદાનમાં જોયો છે નહીં. પરંતુ આ શક્ય બન્યું અમેરિકાના લ્યુઇસિયાનામાં. જ્યાં મગર દેખાવો સામાન્ય વાત છે. પણ હાલમાં જે વિડિયો વાયરલ થયો છે તેમાં એક મગર લ્યુઈસિયાનામાં એક ગોલ્ફ મેદાનમાં આવી ચડ્યો હતો.
વન્યપ્રાણી અને મત્સ્યઉદ્યોગ વિભાગ લ્યુઇસિયાનાના જણાવ્યા મુજબ રાજ્યમાં સૌથી વધુ મગરની વસ્તી છે. જોકે મગર દરિયાકાંઠાના દળદળમાં સૌથી વધુ રહેતા જોવા મળે છે. ત્યારે હાલમાં જ એક મગર ગોલ્ફ મેદાનમાં આવી ચડ્યો હતો. જેને લઈ લોકોમાં પણ પહેલા તો ભય ફેલાઈ ગયો.
https://twitter.com/TheoShantonas/status/1296508060895240192?s=20
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિઓમાં મગર મેદાનમાં આવી ગયો હતો એટલુ જ નહીં મગર ગોલ્ફ બોલને ખાવાનું સમજીને મોંમા લઈ લે છે. જોકે થોડીવારમાં જ મગરને સમજાય છે કે આ કોઇ ખાવાની વસ્તુ ન હતી. ત્યારબાદ મગર ચુપચાપ ચાલ્યો ગયો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.