ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનનો પગપેસારો થઈ ચુક્યો છે. તેવામાં કોરોનાનું સંક્રમણ વધવાની દહેશત વ્યક્ત કરાઈ રહી છે. બ્રિટેન, અમેરિકા અને રશિયા જેવા દેશોમાં વેક્સિનેશનની કામગીરી પણ શરુ થઈ ગઈ છે ત્યારે ભારતમાં હજી સુધી કોરોનાની વેક્સીનને મંજૂરી મળી શકી નથી. હાલમાં જ મળેલી બેઠકમાં વેક્સીનને મંજૂરી ન આપતાં કમિટીએ કહ્યું કે તેઓને હજુ વધારે ડેટાની જરૂર છે.
કમિટીએ ફાઈઝર અને SII પાસે વેક્સિનના વધુ ડેટા માગ્યા છે. આ માટે ફરીથી બેઠક આવતીકાલે એટલે કે 1 જાન્યુઆરીએ મળશે અને સાથે જ ત્યારે 2 વેક્સીનને મંજૂરી મળે તેવી શક્યતાઓ છે. ભારતમાં કોરોના વેક્સીનના ઉપયોગને લઈને થયેલી બેઠકમાં કોઈ નિર્ણય લેવાયો નથી.
સાથે જ વેક્સીનના ઉપયોગને લઈને 1 જાન્યુઆરીએ બેઠક મળશે. આ સમયે 2 વેક્સીનના ઉપયોગને મંજૂરી મળે તેવી શક્યતા છે. આવનારું વર્ષ લાભદાયી રહેશે. માનવામાં આવી રહ્યુ છે કે આવતીકાલે મળનાર બેઠકમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશીલ્ડને પરમિશન મળી શકે છે. તેને શરૂઆતમાં ઈમરજન્સી યૂઝ માટે મંજૂરી મળશે. મહત્વનું છે કે, કંપની ભારતમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાની સાથે વેક્સીનનો ડોઝ તૈયાર કરી રહી છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશીલ્ડ વેક્સીનના લગભગ 4-5 કરોડ ડોઝ તૈયાર થઈ ચૂક્યા છે. જ્યારે આવનારા માર્ચ સુધી તેઓ 10 કરોડ ડોઝ તૈયાર કરી લેશે.