વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વોરીયર્સનો જુસ્સો વધારવા માટે બે વખત જનતાને અપીલ કરી હતી. તેમની અપીલ પર લોકોએ 22 માર્ચે તાળી, થાળી અને શંખનાદ કર્યો અને 5 એપ્રિલની રાત્રે 9 વાગ્યે 9 મિનિટે ઘરની લાઈટો બંધ કરી મીણબત્તી, ટોર્ચ, ફ્લેસ લાઈટ કરી કોરોના નામના અંધકારને દૂર કરી પ્રકાશ ફેલાવ્યો.
ત્યારે હવે એક એવા અહેવાલ સામે આવ્યા છે કે જેનાથી કોરોના વિરુદ્ધ લડાઈમાં ખૂદ વડાપ્રધાન અને તેમની સરકારને જનતાના વિશ્વાસનું બળ મળશે. હાલમાં કરવામાં આવેલ એક સર્વેમાં જણાવાયું છે કે, 93.5 ટકા ભારતીયોને વિશ્વાસ છે કે મોદી સરકાર કોરોના સંકટથી ખૂબ જ અસરકારક રીતથી લડી રહી છે.
કેન્દ્ર સરકારે 25 માર્ચથી 21 દિવસનું દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી, જેને 3 મે સુધી વધારવામાં આવ્યું છે. ANS-C VOTER કોવિડ-19 ટ્રેકના જણાવ્યા મુજબ, લોકડાઉનના પ્રથમ દિવસે 76.8 ટકા લોકો મોદી સરકાર વિશ્વાસ કરી રહ્યા હતા.
જોકે લોકડાઉનના સમયગાળા દરમિયાન 21 એપ્રિલ સુધી 93.5 ટકા દેશવાસીઓ મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓથી ખુશ છે અને તેમનું માનવું છે કે મોદી સરકાર કોરોના સામેની જંગમાં યોગ્ય પગલા લઈ રહી છે. આ પહેલા અમેરીકી સર્વે કંપની મોર્નિંગ કંસલ્ટે પણ વડાપ્રધાન મોદીને વૈશ્વિક સ્તર પર કોરોના સામેની લીડરશીપ માટે સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રપ્રમુખ જાહેર ક્યા હતા.