ચીનના વુહાન પ્રાંતથી શરુ થયેલ કોરોના વાયરસ આજે દુનિયાભરમાં કહેર મચાવી રહ્યો છે. કોરોના મહામારીને ડામવા માટે અમેરિકા, ભારત સહિતના કેટલાક દેશોમાં વેક્સિન પર કામ ચાલી રહ્યુ છે. ત્યારે કોરોનાના વધતા કેસની વચ્ચે અમેરિકાની કંપની જૉનસન એન્ડ જૉનસને લોકોને રાહતના સમાચાર આપ્યા છે.
કંપનીએ દાવો કર્યો છે કે તેની કોરોના વેક્સીન હવે અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે અને જે સ્વયંસેવકો પર આ વેક્સીનનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું, તેમની તપાસમાં રાહત આપનારા પરિણામ સામે આવ્યા છે.
કંપનીનું કહેવું છે કે આ વેક્સીનના એક ડોઝથી જ તેની અસર જોવા મળશે. જૉનસન એન્ડ જૉનસન તરફથી કોરોના વેક્સીનને લઈ કરવામાં આવેલી ઘોષણા બાદ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે પણ આ અંગે વાત કરી હતી.
વ્હાઇટ હાઉસમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, અમેરિકાની દર ચોથી વ્યક્તિ સ્વયંસેવક છે જે કંપનીના અંતિમ ચરણના ટ્રાયલમાં પહોંચ્યા છે. તેઓએ કહ્યું કે અમે અમેરિકાના નાગરિકોને અપીલ કરીએ છીએ કે તે ઓ કોરોના વેક્સીનના પરીક્ષણના નામાંકન માટે આગળ આવે.