રાષ્ટ્રીય બજરંગ દળની ભુજ શાખા દ્વારા કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, ભૂજમાંથી એક ગરીબ પરિવારની યુવતીનું અપહરણ થયું છે અને તે માટે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. અને અપહરણ કરનાર નું નામ પણ ફરિયાદી એ આપેલ છે તેમ છતાં આજ દિવસ સુધી આ સંદર્ભે પોલીસ તરફથી પરિવારને સંતોષ થાય તેવી કાર્યવાહી થઇ નથી. યુવતી પાછી મળી નથી તેમજ તેમાં સંકળાયેલા કોઈ સામે પગલાં લેવામાં આવેલ નથી તેવી વાત આવેદનપત્રમાં કરવામાં આવી હતી.