દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસોમાં થતાં વધારાના કારણે લોકડાઉનમાં ફરી વધારો કરવામાં આવ્યો છે. દેશમાં 4મેથી 17 મે સુધી લોકડાઉન યથાવત રહેશે. ગૃહ મંત્રાલયે દેશમાં બે અઠવાડિયા માટે લોકડાઉનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીઓ સાથે બેઠક યોજ્યા બાદ આ નિર્ણય કર્યો છે. જોકે ગ્રીન ઝોનમાં કેટલીક છૂટછાટ મળશે… ગ્રીન ઝોનમાં શરતો સાથે બસ ચાલશે. બસમાં ક્ષમતાથી અડધા જ લોકોને બેસવા માટેની પરવાનગી હશે. સિનેમા મોલ, જિમ, ક્લબ 17 મે સુધી બંધ રહેશે..
પ્રધાનમંત્રીની ગૃહમંત્રી, રેલમંત્રી, નાણામંત્રી સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં CDS જનરલ બિપિન રાવત સહિત ઉચ્ચ અધિકારી હાજર રહ્યાં હતા.
ત્યારે હવે દેશમાં 2 અઠવાડિયા સુધી લોકડાઉન વધારાયું છે. ત્યારે હવે આ ત્રીજા તબક્કાનું લોકડાઉન રહેશે. દેશમાં 4મે થી 17 મે સુધી 2 અઠવાડિયા લૉકડાઉન લંબાવાયું છે. તેની સાથે ઓલા અને ઉબર જેવી સુવિધાઓ માટે એરેન્જ ઝોનમાં અનુમતિ આપવામાં આવ્યું છે.
તેની સાથે રેડ ઝોનમાં હજી પણ કડક પણે લોકડાઉન રહેશે આપણે જણાવીએ કે ઇ કોમર્સ માટે જરૂરી સામને વેચવા માટેની પણ અનુમતિ આપવામાં આવી છે.તેની સાથે મોલ,સ્કુલ,હોટલ,જીમ,સામાજીક કાર્યકમ માટે છૂટ આપવામાં આવી નથી.