પોપ્યુલેશન પ્રોજેક્ટ દ્વારા ગુજરાતની વસ્તીનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. હાલ ગુજરાતની 6.70 કરોડની વસ્તી છે જે વધીને 2021 સુધીમાં 7 કરોડ ઉપર પહોંચી જવાનો અંદાજ વ્યક્ત કરાઈ રહ્યો હતો.. જોકે હાલ કોરોના સંક્રમણના પગલે વસ્તી ગણતરીની પ્રક્રિયાને એક વર્ષ આગળ ઠેલવવામાં આવી છે.
(File Pic)
જ્યારે વસ્તી ગણતરી સ્થગિત કરવાનો હજુ સુધી કોઈ આધિકારીક આદેશ આપ્યો નથી.પરંતુ જનગણના (વસ્તી ગણતરી) રજિસ્ટ્રાર દ્વારા ગુજરાત સહિત તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી વહીવટી અધિકારક્ષેત્ર ફ્રીઝ કરી દેવાની નવી ડેડલાઈન આપવામાં આવી છે.
(File Pic)
આ વસતી ગણતરીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો એપ્રિલ 2020થી શરૂ થવાનો હતો. જોકે કોરોનાને કારણે આખી પ્રક્રિયા વિલંબમાં પડી છે. ઉલ્લેખનીય છે કે, એપ્રિલ 2019થી કામગીરી શરૂ કરાઇ હતી. જેમાં પ્રથમ તબક્કો ટ્રેનિંગનો હતો. શહેરના 3 વોર્ડમાં પ્રિ ટેસ્ટની કામગીરી એપ્રિલ 2019માં હાથ ધરાઇ હતી. એનસીઆર સર્વે એપ્રિલ 2020થી શરૂ થવાનો હતો. જો કે પછી કામગીરી ઠપ થઇ હતી. પહેલા આ ડેડલાઈન 31 ડિસેમ્બર 2019 હતી,જેને વધારી 31 ડિસેમ્બર 2020 કરી દેવામાં આવી છે જ્યારે વસ્તી ગણતરીના આંકડા જે વર્ષ 2021માં આવવાના હતા તે હવે વર્ષ 2020માં સામે આવશે.