જમ્મુ-કાશ્મીરના ડીએસપી દેવેન્દ્રસિંહના મામલાની તપાસ ગૃહ મંત્રાલયે એનઆઈએને સોંપી છે. ત્યારે આ મામલે નેશનલ ઈનવેસ્ટિગેશન એજન્સી એનઆઈએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે.
જમ્મુ-કાશ્મીરના પૂર્વ ડીએસપી દેવેન્દ્રસિંહ અને હિજબુલ આતંકવાદી સહિત 5 આરોપીઓ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીર પોલીસે દેવેન્દ્ર સિંહને બે હિઝબુલ આતંકવાદી નવીદ મુશ્તાક ઉર્ફે નવીદ બાબુ, રફી અહેમદ રાઠર અને ઇરફાન સૈફી મીર ઉર્ફે વકીલની સાથે તે સમયે ધરપકડ કરી હતી.
જ્યારે દેવેન્દ્રસિંહ તેમને રાજ્યની સીમા બહાર લઇ જઇ રહ્યા હતા. પોલીસને તેમની પાસેથી AK 47, ત્રણ પિસ્ટોલ, ગોળીઓ અને બોમ્બ જપ્ત કર્યા હતા.
જમ્મુ પોલીસે કાશ્મીરના કાંજીગુંડ પોલીસ સ્ટેશનમાં દેખલ કરવામાં આવ્યો હતો જો કે ત્યારબાદ તપાસ NIA ને સોંપવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે, NIA એ 17 જાન્યુઆરી 2020ના રોજ જમ્મુ કાશ્મીરમાં આ મામલે તપાસ અર્થે 15 સ્થળો પર દરોડા પાડ્યા હતા.. આ દરોડા બાદ એનઆઇએ ત્રણ અન્ય આરોપીઓની ધરપકડ કરી હતી…