વડોદરાના ડભોઇ તાલુકા ના દંગીવાળા ગામે ઢાઢર નદી પર મા બ્રીજ ઉપર રોડ ની મધ્ય સુધી ઊગી નીકળેલા ઝાડી ઝારખાઅકસ્માત નોતરી રહ્યા છે. માર્ગ મકાન વિભાગ વહેલી તકે આ ઝાડી ઝારખા સાફ કરાવે તેવી રાહદારીઓ ની માંગ છે. ડભોઇતાલુકા ના દંગીવાળા ગામ થી બમ્બોજ સહિત અનેક ગામો ને જોડતા ઢાઢર નદી ઉપર ના બ્રીજ ઉપર ચડતા અને ઉતરતા રોડ ની બંને બાજુ ઊગી નીકળેલા ઝાડી ઝારખા મોટા અકસ્માત ને નિમંત્રણ આપી રહ્યા છે
રાત્રી સમયે આ બ્રીજ ઉપર થી પસારથતા રાહદારીઓ બાઇક સવાર મેં મોટા અકસ્માત નો ભય સેવાઇ રહ્યો છે તેવામાં અંતરિયાળ ગામો મા માર્ગ મકાન વિભાગ કોઈ ધ્યાન ના આપતું હોવાના પણ સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે વહેલી તકે ઝાડી ઝારખા સાફ થાય તો મોટો અકસ્માત થતો અટકે તેવી સ્થાનિકો અને રાહદારીઓ ની માંગ છે