પરપ્રાંતીય શ્રમિકોને વતન મોકલવા 6 એસટી બસ રવાના કરવામાં આવી છે. મહત્વનું છે કે, 4 શેલ્ટર હોમમા રહેતા 260 પરપ્રાંતીયો રવાના થયા હતા. તેમજ તમામ શ્રમિકોને એમપીની બોર્ડર સુધી પહોચાડવા વ્યવસ્થા કરાઇ હતી. ત્યારે હજુ વધુ કેટલીક એસ.ટી બસોને તૈયાર રાખવા કલેકટરે સુચના કરી હતી. ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં કોરોના વાયરસને લઈ ભારે હાહાકાર મચી જવા પામ્યો છે. તેમજ તંત્ર દ્વારા હાલ સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
તેમજ રોજ કમાઈને રોજ ખાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે જે લોકો ગુજરાતમાં કમાવવા માટે આવ્યા છે. તેમજ રાજસ્થાન અને એમપી ઉપીથી અનેક એવા લોકો છે જે લોકો ગુજરતામાં મજૂરી કરવામાં આવતા હોય છે. તેમજ અનેક એવા લોકો પણ છે જે લોકો ગામડાઓમાથી શહેરોમાં કમાવવાના ભાવથી આવતા હોય છે. જે બાદ આ લોકડાઉન જાહેર થતાં એવા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે અમરેલીમાં પરપ્રાંતીય શ્રમિકોને વતન મોકલવા 6 એસટી બસ રવાના કરવામાં આવી છે.