સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુરથી ચંદ્રાલા તરફ જતા માર્ગમાં આવતા ગરનાળાની નીચેયુવતીની લાશ મળતાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસને જાણ કરાયા બાદ યુવતીઘટનાસ્થળથી એકાદ કિમી દૂર આવેલ મજરા કેનાલ પાસેના ડાભી વાસમાં રહેતા પરિવારની દીકરીહોવાનું ખુલતાં પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું. તાજપુરની સીમમાં ખેતરોમાં રહેતી મહિલાઓવહેલી સવારે હાજતે જવા નીકળતા કેનાલના ગરનાળા નીચે યુવતીની લાશ જોવા મળતાં ગભરાઇગઇ હતી અને ગામમાં જાણ કરતા લોકોના ટોળા ઉમટ્યા હતા. સ્થાનિકો દ્વારા પ્રાંતિજ પોલીસનેજાણ કરતાં પોલીસ દોડી આવી હતી. મૃતકના જમણા હાથ ઉપર આરતી લખેલુ છૂંદણુ હતું શરીરપર ઇજાના કોઇ નિશાન ન હતા જેને પગલે યુવતીની હત્યા કરાઇ કે આત્મહત્યા કરી ના તર્ક વિતર્ક વહેતા થયા હતા.
દરમિયાનમાં મૃતકના મળી આવવાના સ્થળ થી એકાદ કિમી દૂર ગુમ થઇહોવાથી શોધખોળ ચાલી રહી હોવાથી તેમને પણ સમાચાર મળતા મૃતકને જોઇ ઓળખ કરાઇ હતી.પ્રાંતિજ પોલીસે મૃતકના પિતા માધાભાઇ હીરાભાઇ ડાભીની જાહેરાત આધારે આરતીબેને (25) મજરા કેનાલ પાસે ડાભી વાસ) વહેલી સવારે પાંચેક વાગ્યે તાજપુર ગામની સીમમાં કેનાલનાગરનાળા નીચે અગમ્ય કારણોસર ઝેરી દવા પી જવાથી મોત નિપજ્યું હોવા અંગે એ.ડી. નોંધી વધુતપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યાનુસાર પી.એમ. રિપોર્ટ આવ્યા બાદ મોતનુ કારણ સ્પષ્ટથઇ શકશે અને પરિવાર મૂળ બનાસકાંઠા જિલ્લાનો છે અને લાંબા સમયથી અહીં ખેતીનો ભાગમાં વ્યવસાય કરે છે.