દક્ષિણ ગુજરાતના મહારાષ્ટ્રને અડીને આવેલા બે આદિવાસી જિલ્લાઓ ડાંગ અને તાપીમાં મેઘરાજા મનમુકીને વરસ્યા હતા.નવસારીના વાંસદા ખાતે પણ એક ઈંચ વરસાદ પડયો હતો અને ખેરગામમાં ઝાંપટા ચાલુ રહ્યા હતા.ભારે ગરમી અને ઉકળાટ છવાયો હતો.ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ સહિત ઉત્તર ડાંગ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી પડતા નાળા, કોતરો છલકાયા હતા અને સુકીભઠ્ઠ ધરતી વરસાદથી તરબોળ થતા આહલાદક વાતાવરણ સર્જાયું હતું. સુકીભઠ્ઠ થયેલી પૂર્ણા અને ગીરા નદીમાં નવા નીર વહેતા થયા હતા. જોકે ડાંગના વઘઇથી ઉત્તરીય દિશામાં મહાલ સુધી જ ધોધમાર વરસાદ પડતા આ વિસ્તારના ખેડૂતોમાં આનંદ છવાયો હતો તેમજ શીતલહેર વ્યાપી જતા લોકોએ ગરમીથી રાહત મેળવી હતી.
- Advertisement -
Latest News
- Advertisement -