જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા હાથ લાગી છે. છેલ્લા કેટલાક સમયથી સુરક્ષાદળોએ હિઝબુલના આતંકીઓને બાનમાં લીધા હોય તેમ એક બાદ એક ઓપરેશન હાથ ધરી આતંકીઓનો ખાતમો બોલાવવામાં આવી રહ્યો છે.
ત્યારે સુરક્ષાદળોએ શ્રીનગરના નવાકાદલ વિસ્તારમાં બે હિઝબુલ આતંકીઓને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. દેશમાં ચાલી રહેલા લોકડાઉન વચ્ચે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને એક મોટી સફળતા મળી છે. મોડી રાત્રે એન્કાઉન્ટરમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા છે.
આ એન્કાઉન્ટર શ્રીનગરના કાનીમઝાર નાવાકદાલ વિસ્તારમાં થયું હતું. એન્કાઉન્ટર બાદ સેનાને આતંકીઓ પાસેથી હથિયાર અને દારૂગોળો મળી આવ્યો હતો. આ અથડામણમાં એક પોલીસ કોન્સ્ટેબલ શહિદ થયા છે.
જ્યારે અન્ય એક પોલીસ કર્મચારી અને સીઆરપીએફના એક જવાન ઘાયલ થયા છે. જમ્મૂ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું કે સેનાના ઓપરેશનમાં 2 આતંકી માર્યા ગયા છે.
એક આતંકીની ઓળખ જુનૈદ અશરફ ખાન તરીકે થઇ છે. જે શ્રીનગરમાં રહેતો હતો. તો અન્ય એક આતંકીની ઓળખ અહમદ શેખ તરીકે થઈ છે. જે પુલવામાનો રહેવાસી હતો. જુનૈદ હુર્રીયત અધ્યક્ષ મોહમ્મદ અશર્રફ ખાનનો સૌથી નાનો પુત્ર છે. જુનૈદ ખાન હિઝબુલનો ટોચનો કમાન્ડર હતો.