ડ્રગ્સ બાદ હવે ફિલ્મ અને ટીવી સિરિયલોની અભિનેત્રીઓનું સેક્સ રેકેટ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યું છે. મુંબઈના ઉપનગરીય ગોરેગાંવની ફાઇવ સ્ટાર હોટેલમાં આ સેક્સ રેકેટ ચાલતુ હતું. જ્યાં એક વિવાદાસ્પદ અભિનેત્રી આ સેક્સ રેકેટ ચલાવતી હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં ક્રાઈમ બ્રાંચની ટીમે બોલિવૂડ અભિનેત્રી સહિત ત્રણ યુવતિઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપી સામે IPC ની કલમ દેહ વ્યાપાર એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, એક 27 વર્ષીય વિવાદાસ્પદ અભિનેત્રી બોલીવૂડમાં પોતાના સંબંધોને ગેરલાભ લેતાં ફિલ્મ અને ટીવી સિરિયલોની અમુક અભિનેત્રીઓને વેશ્યાગમન માટે આલીશાન હોટેલમાં મોકલતી હોવાની માહિતી પોલીસને મળી હતી ત્યારબાદ ક્રાઇમ બ્રાંચની ટીમે ફાઇવ સ્ટાર હોટલ પર દરોડા પાડ્યા હતા.
પોલીસ ટીમના સભ્યોને ગ્રાહકો તરીકે હોટલમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેઓ સેક્સ રેકેટના ડીલરોને મળ્યા હતા. આ પછી પોલીસે દરોડા પાડ્યા હતા અને 3 મહિલાઓને સ્થળ પરથી બચાવી લેવામાં આવી હતી. પોલીસે ધરપકડ કરેલી ત્રણ મહિલાઓમાંની એક બોલિવૂડ અભિનેત્રી છે. તેની ઉપર મોટી હોટલોમાં દેહ વ્યાપાર માટે બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીથી સંબંધિત અભિનેત્રીઓને લાવવાનો આરોપ છે. પોલીસના જણાવ્યા મુજબ, બોલીવુડના બેલી ડાન્સર અને બે ટીવી સીરિયલ કલાકારો દેહ વેપાર માટે 10 લાખ રૂપિયામાં પોતાના શરીરનો સોદો કરતી હતી.