અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે એક્ટ ફાઉન્ડેશન (ACT Foundation) ના વોલન્ટિયર્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં કામ કરતા કોરોના વોરીયર્સ સાથે માસ્ક બંધનની ઉજવણી કરવામાં આવી હતી. જેની શુભ શરૂઆત સિવિલ હોસ્પિટલના મેડીકલ સુપ્રિટેડન્ટ રાકેશ જોશીને રાખડી બાંધીને કરવામાં આવી હતી.
(File Pic)
ત્યારબાદ કોરોનાનાં દર્દીઓ માટે કામ કરતા ડૉક્ટર, નર્સ, કાઉન્સેલર, કેરટેકર્સ, અને સિક્યોરિટી ગાર્ડ ને રાખડી બાંધીને તેમની કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા.
તે જ રીતે કોરોના વોરીયર્સ દ્રારા તમામ વોલન્ટિયર્સ ને માસ્ક પહેરાવીને સ્વાસ્થ્ય સુરક્ષા અને સામાજિક અંતર જળવાય તે માટેનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમમાં કુલ 60થી વધારે લોકો એ ભાગ લીધો હતો અને માસ્કબંધન ની ઉજવણી કરી હતી. આ સાથે એક્ટ ફાઉન્ડેશન દ્વારા ગુલ્લક પ્રોજેક્ટની પણ શરૂઆત કરવામાં આવી હતી.