સુરતમાં 11 વર્ષ પેહલા ચોક બજાર પોલીસ સ્ટેશનની હદમાં ચરસ પહોંચાડવાના ગુનામાં વોટેડ આરોપી ને એસઓજી એ પકડી પાડયો હતો. ૧૧ વર્ષ પહેલાં ચોક બજાર પોલીસ સ્ટેશન માં નોંધાયેલા એનડીપીએસના ગુનામાં આરોપી દંપતી ચરસ સપ્લાય કરનાર વોન્ટેડ આરોપીને સુરત શહેર એસઓજી પોલીસે મહારાષ્ટ્રના નાસિકથી ઝડપી પાડયો હતો પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ૧૧ વર્ષ પહેલા ચોક બજાર વિસ્તારમાંથી સુરત શહેર એસઓજી પોલીસે રિક્ષામાં ચરસ લઇને જતા સુરત ખાતે રહેતા અબ્દુલ રજાક ઉર્ફે લાલા ચાદર હમીદખાન પઠાણ તથા તેની પત્ની આયશાબાનુ ને રૂપિયા ૯૧ હજારથી વધુ કિંમતના ચરસના જથ્થા સાથે ઝડપી પાડયા હતા.
જેમાં પોલીસ પૂછપરછમાં બંને આરોપીઓએ તેમની પાસેથી મળી આવેલ ચરસ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના વડાલા ગામ ખાતે રહેતા યુનુસ રજાક શેખે સપ્લાય કર્યાહોવાની કબુલાત કરતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો જે તે સમયે સુરત શહેર પોલીસ આરોપી યુનુસ શેખ અને પકડવા માટે તેના વતન નાસિક શહેરના વડાલા ગામ ખાતે જતાં તે ઘર છોડીને અન્ય સ્થળે રેહવા માટે ચાલી ગયા બાદ જુદા – જુદા સ્થળે ઘર બદલીને રહેતો હતો દરમિયાન સુરત શહેર એસ.ઓ.જી પોલીસ ના પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઇ પીતાંબરભાઇ ને મળી હતી બાતમીના આધારે એસઓજી પોલીસ સ્ટાફે નાશીક શહેરના વડાલાગામ ખાતેથી આરોપી યુનુસ રજાક શેખ ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી