માંગરોળ તાલુકાના વાડલા ગામે રહેતા સરમણભાઇ વિરાભાઇ રાડા (ઉ.65) નામના વૃધ્ધ પોતાની બાઇક GJ11RR 2119 ચલાવીને પોરબંદર નજીકના ઓડદર ગામે પૂંજ ઉત્સવમાં આવતા હતા તે દરમ્યાન ગોસાબારા જુની અને નવી ચેકપોસ્ટ વચ્ચે પહોંચતા એક ટેન્કર GJ18T 9607 ના ચાલકે માનવ જીંદગી જોખમાઇ તે રીતે બેફીકરાઇથી ટેન્કર ચલાવી બાઇકને હડફેટે લેતા વૃધ્ધ પાછલા જોટામાં આવી જતા તેનું મોત નીપજયુ હતુ જયારે ટેન્કર ચાલક નાશી છૂટયો હતો. આ અંગે વૃધ્ધના પૂત્ર રમેશભાઇએ પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ટેન્કર ચાલક વિરૂધ્ધ ગુન્હો નોધી તેને ઝડપી લેવા નવીબંદર મરીન પોલીસે તજવીજ હાથ ધરી છે. અન્ય એક બનાવમાં ઇન્દીરાનગર બિરલા કોલોની વિસ્તારમાં રહેતો વિજય લીલાભાઇ રાડા નામનો કિશોર છાંયાના ચાડેશ્વર મંદિર નજીક આવેલ પાણી ભરેલી જગ્યામાં ન્હાવા માટે ગયો હતો અને ડૂબી જતા તેમનું મોત નીપજ્યું હતું.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -