ગ્રાન્ટના અભાવે પાટણ જિલ્લાના 73 અરજદારોની રૂ 36.50 લાખ સહાય ચૂકવાઈ ન હતી. પાટણ જિલ્લામાં કોરોનામૃતકોના 73 વારસદારોને સહાય આપવા માટે તંત્ર પાસે ગ્રાન્ટ ન હોવાના કારણે ચુકવણું ઘોંચમાં પડ્યું હતું. પરંતુ ગાંધીનગરરાહત કમિશનર કચેરી દ્વારા પાટણ ડિઝાસ્ટર કચેરીને રૂ.50 લાખની ગ્રાન્ટ આપવામાં આવતા તંત્ર દ્વારા સહાય આપવા માટેપ્રક્રિયા હાથ ધરવામાં આવી છે એટલે આગામી દિવસોમાં વારસદારોને સહાય મળી જશે. કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનાવારસદારોને સરકાર દ્વારા રૂ.50,000 સહાય આપવામાં આવે છે. પરંતુ પાટણ જિલ્લામાં તંત્ર પાસે ગ્રાન્ટ ન હોવાના કારણેપાટણ તાલુકાના 20, ચાણસ્માના 2, હારિજના 4, રાધનપુર 5, સમી 5, સાંતલપુર 4, સરસ્વતી 7, શંખેશ્વર 4, અનેસિદ્ધપુર તાલુકાના 10 મળી કુલ 73 અરજદારોને કુલ રૂ.36.50 લાખ સહાય ચૂકવવામાં આવી ન હતી.અરજદારો સહાય માટે
ચેરીઓના ધક્કા ખાઈ રહ્યા હતા
ત્યારે પાટણ જિલ્લા ડિઝાસ્ટર કચેરી દ્વારા અરજદારોને સહાય ચૂકવવા માટે સરકારમાં રૂ.50લાખની ગ્રાન્ટની માંગણી કરી હતી. ત્યારે રાજ્ય કક્ષાએથી રાહત નિયામક કચેરી ગાંધીનગર દ્વારા જિલ્લા ડિઝાસ્ટર કચેરીનેરૂ.50 લાખ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.ડિઝાસ્ટર કચેરી દ્વારા જરૂરિયાત પ્રમાણે તમામ મામલતદાર કચેરીઓને ગ્રાન્ટઆપવામાં આવી છે ત્યારે અરજદારોને સહાય ચૂકવવા માટે મામલતદાર કચેરીઓ દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.આગામી દિવસોમાં સહાયથી વંચિત રહેલા તમામ અરજદારોને ઓનલાઇન તેમના બેંક એકાઉન્ટમાં સહાય આપવામાં આવશે તેવું જણાવ્યું હતું.