જામનગરના 11 વર્ષીય બાળકને સંગીતનો શોખ હોવાથી નાની વયથી વાંજીત્રો વગાડતા શીખ્યો.અલગ-અલગ વાંજીત્રો વગાડી અનેક જગ્યાએ પ્રર્ફોમન્સ પણ કર્યુ છે. જામનગરના 11 વર્ષીય બાળકને સંગીતનો શોખ હોવાથી નાની વયથી વાંજીત્રો વગાડતા શીખ્યો. અલગ-અલગ વાંજીત્રો વગાડી અનેકજગ્યાએ પ્રર્ફોમન્સ પણ કર્યુ છે. જામનગરના લાલવાડી વિસ્તારમાં રહેતા 11 વર્ષીય ભવ્ય કુબાવતસંગીતનો બાળ કલાકાર છે. જે 5 વર્ષનો હતો ત્યારથી સંગીતમાં શોખ હોવાથી સંગીતના વાંજીત્રોવગાડતા શીખ્યો. છ વર્ષની સતત મહેનતથી હાલ અલગ-અલગ સાત વાંજીત્રો સારી રીતે વગાડી શકેછે. ઢોલ, નગારા, ડ્રમ સેટ, તબલા, કહાન, ઢોલક, ઓક્રેસ્ટ્રાપેડ સહીતના વાંજીત્રોમાં અલગ-અલગ ધુનપર પોતાની કલા રજુ કરી શકે છે. તેણે તબલા માટે કથાકાર મોરારી બાપુના તબલચી મેંહદી હસન ખાન પાસે તાલીમ મેળવી છે. તબલામાં મધ્યમાં પુર્ણની પરીક્ષા આપી છે.
સાથે લંડનની યુનિવર્સિટીમાંટ્રીનીટી-6 લેવલની પરીક્ષા આપી છે ભવ્ય નાના હતો, ત્યારથી તેને સંગીત પર લગાવ હોવાથી થાળી,વાટકો, લાકડાનું પાટયુ કે જે મળે તે વગાડતો. તેથી તેમના વાલીને સંગીત પ્રત્યેને લગાવ જોઈને તેનેપ્રોત્સાહીત કર્યો. તેના પિતા એસ.ટી બસ ડેપોમાં કલાર્ક તરીકે ફરજ બજાવે છે. જે અંખડ-રામધુનમાંનિયમિત હાજરી આપે છે. પિતા રાજદેવ તબલા, ઢોલક વગાડતા હોય છે. તેના બાળક ભવ્યને પણપ્રાથમિક તાલિમ આપી હતી. ભવ્ય 4 પીસ ડ્રમસેટ વસાવીને નિષ્ણાત પાસે તાલીમ મેળવી. તે નવરાત્રીસમયે ડ્રમસેટ વગાડે છે. તેમજ પિતા સાથે નિયમિત અંખડ રામધુનમાં તબલા ઢોલક વગાડે છે. અભ્યાસબાદ પુરો સમય તે પોતાના સંગીત શોખ પાછળ ખર્ચે છે. અને તે ક્ષેત્રમાં સંગીતના શોખની સાથે આગળકારકિર્દી બનાવવા ઈચ્છે છે. જે માટે તે ખુબ પરીશ્રમ કરે છે. તે માટે તેને પરીવાર પણ પુરતો સહયોગઆપે છે. ભવ્યની માતા ભારતી કુબાવત શિક્ષિકા છે જે ઈચ્છે છે બાળકને જે વિષયમાં શોખ હોય તે વિષયસાથે આગળ વધે તો સારૂ પરીણામ મેળવી શકે છે. તેથી ભવ્યને તેના સંગીત શોખ પ્રત્યે આગળ વધવા માટે પ્રોત્સાહીત કર્યો છે.