થરાદ વિધાનસભાની ચુંટણીના મતદાનના આડે હવે માત્ર ગણતરીના દિવસ જ બાકી છે. વિંછુડો ઉતરતાં જ થરાદના ભાજપ કૉંગ્રેસના ઉમેદવારો અને પાર્ટીના નેતાઓએ દિવસ અને રાત્રિનો પ્રચાર પણ શરૂ કરી દીધો છે.જો કે અત્યારે નવરાત્રિ ચાલી રહી હોઇ ઉમેદવારો નગરમાં ચાલી રહેલા વિવિધ ગરબાઓની પણ મુલાકાત લઇ રહ્યા છે. થરાદના ભાજપના ઉમેદવાર જીવરાજભાઇ પટેલ અને સાંસદ પરબતભાઇ પટેલ તથા કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુત પાર્ટીના કાર્યકરો શુક્રવારની રાત્રે નગરની સોસાયટીઓ અને વિસ્તારોમાં હાજરી આપીને પોતાના સમર્થકોને મત બાબતનો લમણો રાખવાની અપીલ કરતા જોવા મળ્યા હતા.જ્યારે બીજી બાજુ એક અપક્ષ ઉમેદવાર ભરતભાઇ કરમટા ગામ ગરબામાં ગરબે રમતા જોવા મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પેટાચુંટણીજંગમાં ભાજપ કૉંગ્રેસ અને એનસીપીની સાથે ચાર અપક્ષ ઉમેદવારોએ પણ ઝંપલાવ્યું છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -