બનાસકાંઠા ખોડા ચેક પોસ્ટ પર થરાદ પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું. જે દરમિયાન એક ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારુની 2160 બોટલ મળી આવી હતી, જેની કુલ કિંમત 10 લાખ 80 હજાર થવા પામે છે. મળતી માહિતી મુજબ, થરાદ પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમના સ્ટાફને બાતમી મળી હતી જેના આધારે ખોડા ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ શરુ કરાયુ હતું. જે દરમિયાન RJ-04-GA-5448 નંબરના ટ્રકને રોકી તલાશી લેવામાં આવી હતી. જેમાં મેદાના લોટના કટ્ટાની નીચે સંતાડવામાં આવેલ દારુનો જથ્થો મળી આવ્યો હતો. થરાદ પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારુની બોટલ 2160 ઝડપી પાડી હતી. જેની કિંમત 10 લાખ 80 હજાર થવા પામે છે. આ સાથે પોલીસે રાજસ્થાનના કિશોર કવરારામ સોનારામ નામના શખ્સની પણ ધરપકડ કરી હતી. પોલીસે દારુના જથ્થા સાથે બે મોબાઈલ અને એક ટ્રક સહિત કુલ 24 લાખ 65 હજારનો મુદ્દામાલ ઝડપીપાડી મામલાની વધુ તપાસ હાથ ધરી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -