સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારીએ આંતક મચાવ્યો છે. આ કોરોના વાયરસનાં પગલે દેશભરમાં ઘણા સમયથી લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે મહેસાણામાં લોકડાઉન જેવી કપરી પરિસ્થિતિમાં પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગ ૨૪ કલાક સતત હાજર રહીને પોતાની ફરજ બજાવી રહ્યા છે. તેવામાં ડોકટરો પોતાના પરિવારથી દુર રહીને કોરોનાનાં દર્દીઓને સેવા આપી રહ્યા છે. તેમજ પોલીસ કર્મચારીઓ પણ આવી ગરમીમાં બહાર રહીને જનતાને ઘરમાં રહેવાની વારંવાર અપીલ કરી રહ્યા છે.
જે લોકો વગર કામે બહાર લટાર મારવા નીકળે છે, તેમનાં વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવા કોરોના વોરિયર્સનું મહેસાણા જીલ્લામાં સ્વાગત કરવામાં આવ્યું હતું. મહેસાણામાં આવેલી રાજધાની સોસાયટીના રહીશો દ્વારા સાલ ઓઢાડી પુષ્પ વૃષ્ટિ કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સોસાયટીના રહીશોએ કોરોના વોરિયર્સનું બહુમાન કર્યું હતું અને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.