ઈઝરાયલની જેલમાં બંધ કેદીઓ હવે પોતાની પત્નીઓને જેલમાં બેઠા બેઠા સ્પર્મ સ્મગલિંગ કરીને ગર્ભવતી કરી રહ્યા છે. તેનાથી ન ફક્ત આતંકીઓની વંશવૃદ્ધિ થઈ રહી છે, પણ ભવિષ્યમાં ઈઝરાયલ માટે વધુ ખતરો પણ ઉભો થયો છે. આપને જણાવી દઈએ કે, ઈઝરાયલમાં આતંકવાદના આરોપમાં બંધ કેદીઓને પત્નીઓને સાથે મુલાકાત કરવાની મંજૂરી નથી.
આ કારણે આતંકીઓ ડબ્બીમાં ભરીને પોતાના સ્પર્મ સ્મગલિંગ કરી પત્નીઓ પાસે પહોંચાડે છે. ઈઝરાયલના અધિકારીઓને ડર છે કે, આતંકીઓને તેમની પત્ની સાથે મુલાકાતની પરવાનગી આપવામાં આવશે, તો તેનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે.
તેમનું માનવું છે કે, આવી મુલાકાતો દ્વારા આતંકીઓ હથિયારો, ધન અને ત્યાં સુધી કે, ડ્રગ્સની તસ્કરી માટે પણ કરતા હોય છે. આ કારણે જ આતંકીઓએ સ્પર્મ તસ્કરી કરવાનો આઈડિયા અપનાવ્યો છે. માનવામાં આવે છે કે, 2012મેં સાના એ જ પહેલી એવી મહિલા છે, જે સ્પર્મ સ્મગલિંગ દ્વારા ગર્ભવતી બની હતી. ત્યાર બાદ 2018 સુધીમાં 60થી વધારે ફિલિસ્તાની આતંકીઓની પત્નીઓ સ્પર્મ સ્મગલિંગ કરીને બાળકોને જન્મ આપ્યો છે. આ તમામ મહિલાઓના પતિ આતંકી ઘટનાઓમાં સંડોવાયેલા છે. તથા તેઓ ઈઝરાયલની અલગ અલગ જેલમાં બંધ છે.